TEDxSummit
વેંકટરામન: ઓછી ડિજીટલ સેવાઓ મેળવી રહેલા લાભાર્થીઓમાટે "ટેક્નોલોજી હુન્નર"
વિશ્વના બે-તૃતિયાંશ લોકોની સહુથી આધુનિક સ્માર્ટફૉન સુધીની પહોંચ નહીં હોય, પરંતુ સ્થાનિક નાની દુકાનો જૂની-ટેક્નોલોજીવાળાં સાધનોને ઓછાં-ખર્ચાવાળા પાર્ટવડે દુરસ્ત કરી આપવામાં માહેર છે. વિનય વેંકટરામન તેમનાં "ટેક્નોલોજી હુન્નર" પરનાં કાર્યને પ્રસ્તુત વાર્તાલાપમાં એક મૉબાઇલ ફૉન, જમવાનો ડબ્બો અને ટૉર્ચલાઇટને ગામડાંની શાળામાટેનાં પ્રોજેક્ટરમાં કે એક ઍલાર્મ ઘડિયાળ અને માઉસનાં જોડાણને સ્થાનિક ત્રેવડા વપરાશમાટેનાં એક મૅડીકલ સાધનમાં કરાયેલાં પરિવર્તન દ્વારા સમજાવે છે.